અમદાવાદના ગ્રોઈંગ એરિયા શીલજ વિસ્તારમાં લક્ઝયૂરીયસ એપાર્ટમેન્ટ નિર્માંણકર્તા વિશ્વનાથ બિલ્ડર્સ ગ્રુપના ડાયરેક્ટર સ્વાગત વ્યાસે, રીયલ એસ્ટેટ અને કંસ્ટ્રક્શન ક્ષેત્રના બિલ્ટ ઈન્ડિયા મેગેઝિન સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકડાઉનમાં લોકોને મુખ્ય ચાર પ્રકારની ચિંતા સતાવતી રહી હતી, એક નાણાંકીય આયોજન, બે પોતાની જીવનછૈલી, ત્રણ પરિવારની ચિંતા અને ચાર સામાજિક ચિંતા આમ કુલ ચાર ચિંતા લોકડાઉન દરમિયાન દરેક વ્યકિતને ચિંતામાં મૂકી દીધા હતા. જેના પરિણામે, લોકોએ સ્વયંસંચાલિત પોતાના ખર્ચા, જીવન છૈલી પર કાપ મૂક્યો હતો. જેની માર્કેટ સહિત અન્ય સેકટર પર માઠી અસરો જોવા મળી છે.

હાલમાં રીયલ એસ્ટેટ માર્કેટનો સિનારીયો કેવો છે ?

18મેથી શરુ કરાયેલા અનલોક-1 થી આજ દિવસ સુધીમાં અમારા ગ્રુપને તમામ પ્રોજેક્ટ પર સારી ઈક્વાયરીઓ મળી છે અને બુકિંગ પણ મળી રહ્યા છે. પરંતુ, સેલ પેટર્નમાં ચેન્જ જોવા મળી રહ્યો છે. માર્કેટમાં મંદી છે તે વાત એક પ્રકારની માનસિકતા છે. અમારા બધા પ્રોજેક્ટ પર દર અઠવાડિયે 30થી વધુ ઈક્વાયરીઓ મળી રહી છે અને બુકિંગ મળી રહ્યાં છે. હાલ માર્કેટમાં કોઈ જ પ્રકારની મંદી નથી.

કર્મશિયલ સેગમેન્ટ અંગે આપનો શું મત છે ?

કર્મશિયલ સેગમેન્ટ જે માંગ હતી તેમાં હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ લોકો પહેલા ઘરનું ઘર લઈ રહ્યા છે. બાદમાં,કર્મશિયલ સેગમેન્ટમાં રોકાણ કરવામાં રસ દાખવી રહ્યા છે.

માર્કેટમાં તેજી આવવા અંગે આપનો શું મત છે ?

માર્કેટ ક્યારે તેજી આવશે તે કહેવું હાલ તો ખરેખર અગરુ છે પરંતુ, દિવાળી બાદ, માર્કેટમાં એક પ્રકારની સારી મૂમેન્ટ આવશે અને ગ્રાહકો મકાનો ખરીદશે.સાથે જ કમર્શિયલ સેગમેન્ટમાં પણ સુધારો આવશે તેવું લાગી રહ્યું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.